તો આપો - To aapo
4.29 stars -
286 reviews
ખુમારીના બાદશાહ મુરબ્બી "ઘાયલ" સાહેબે
રાજકોટમાં પંડિત જવાહરલાલ નહેરુને મોઢામોઢ
સંભળાવેલી એક રચના રજુ કરું છું.
મેલું ઘેલું મકાન તો આપો !
ધૂળ જેવું ય ધાન તો આપો !
સાવ જુઠું શું કામ બોલો છો ,
કોક સાચી જબાન તો આપો.
થોડો ઝાઝો હિસાબ તો આપો !
ખોટો સાચો જવાબ તો આપો !
બાગમાં ભાગ છે અમારો પણ,
એક વાસી ગુલાબ તો આપો.
સુખના બે ચાર શ્વાસ તો આપો !
જીન્દગાનીનો ભાસ તો આપો !
મુક્ત વાતાવરણના સ્વામીઓ ,
કેં હવા કેં ઉજાસ તો આપો .!
મુક્તિનું એને સાજ તો આપો !
આદમીનો અવાજ તો આપો !
માઈના પુત માનવીને પ્રથમ ,
માનવીનો મિજાજ તો આપો !
(મુરબ્બી " ઘાયલ " સાહેબની જેમ હરેક નાગરિક આવી ખુમારી દાખવે તો
રાજકીય નેતાઓને હાજર હજૂર જવાબ મળી જાય ............
સ્વપ્ન જેસરવાકર