જીવવું પડશે
મળી છે જિદગી થોડી વધારે મારે જીવવું પડશે
દુખ છે પણ દુનિયાને ઈશારે હવે જીવવું પડશે
નહોતી સહેજ પણ ઈચ્છા છતાં મિત્રો,
તમે જીવી રહ્યા છો તેથી મારે પણ જીવવું પડશે
જીન્દાદીલીના આ આકર્ષણો છે જીવનમાં જ્યાં સુધી
અમારે પણ જીવવું પડશે ને તમારે પણ જીવવું પડશે
સ્મશાનમાં બળી જવાની દિલમાં ઈચ્છા છે
પણ કોઈક હઠ પકડીને બેઠું છે કે તારે જીવવું પડશે
બન્યા છે મિત્રો કાતિલ, તેનું દુખ નથી હૈયામાં
જીવન રહ્યું છે તો તલવારની ધારે જીવવું પડશે
:"સ્વપ્ન " હવે સાભળ્યું છે કે તેઓ આવવાના છે
તો હવે ગમે તે પ્રકારે પણ જીવવું પડશે
સ્વપ્ન ( અપ્રિલ ૧૯૯૬ માં લખેલું છે