કયાંક વાદો વાદ છે, અને કયાંક સમાજવાદ છે,
પણ ભાઈ આ અમારું અમદાવાદ છે.
કયાંક જુઓ સામ્યવાદ ને કયાંક અલ્હાબાદ છે,
પણ ભાઈ આ અમારું અમદાવાદ છે.
સસલાએ કુતરાને પાછો પડ્યો એ નિર્વિવાદ છે,
પણ ભાઈ આ અમારું અમદાવાદ છે.
પ્રથમ મિલ થઈ અહિયાં , એ સમયનો સાદ છે,
પણ ભાઈ આ અમારું અમદાવાદ છે.
દાંડીયાત્રા શરુ થઈ અને ભારત છોડોનો નાદ છે,
પણ ભાઈ આ અમારું અમદાવાદ છે.
સભા- સરઘસો સાથે ખાડિયાની ખુમારી પ્રખ્યાત છે,
પણ ભાઈ આ અમારું અમદાવાદ છે.
અહી જુઓ તો સાબરનાં પાણીનો અનેરો સ્વાદ છે,
પણ ભાઈ આ અમારું અમદાવાદ છે.
નવનિર્માણ-મહાગુજરાતની લડતની અગ્રેસરતા યાદ છે,
પણ ભાઈ આ અમારું અમદાવાદ છે.
લશ્કરને વધાવ્યું ને પછી સામનો કરવા તેયાર છે,
પણ ભાઈ આ અમારું અમદાવાદ છે.
વિશ્વનામનાનો ડંકો જરૂર વગાડીશું "સ્વપ્ન" નો સાદ છે,
પણ ભાઈ આ અમારું અમદાવાદ છે.
સ્વપ્ન જેસરવાકર ( ગોવિંદ પટેલ)