પ્યારા ગરવા ગુજરાતી મિત્રો ,
૨૦૧૦ નું વર્ષ આપના જીવનમાં ખુશી-સફળતા -સુખ - સમૃધી અને ઉન્નતી લઈને આવે તેવી પ્રભુને અભ્યથના દ્વિભાષી મુંબઈ માંથી ૧ મે ૧૯૬૦ ના રોજ અલગ થયેલું ગુજરાત આજે ૫૦ માં વરસમાં પ્રવેશેલું છે ૧ મે ૨૦૧૦ ના રોજ ૫૦ વરસ પુરા થશે ,. ત્યારે દેશ- પરદેશમાં વસતા ગુજરાતીઓ તેની ભાષા-સંસ્કૃતિ-વારસો-તહેવારો-પહેરવેશ -ગીતો-ગરબા-ને જાળવી તેનો પ્રચાર-પ્રસાર કરે. દુનિયામાં ગુજરાતનું નામ રોશન કરે . પોતાના બાળકોને ગુજરાતી ભાષા શીખવે ગુજરાતના ડુંગરા-નદીઓ- યાત્રાધામો-લોકમેળા -તહેવારો અને મહાગુજરાતની ચળવળ -તેના પ્રણેતાઓ -નેતાઓ -કવિઓ-લેખકો-સાહિત્યકારો -અભિનેતાઓ-કથાકારો -દુહા છંદના ગાયકો-વિગેરે ની માહિતી આપો. ગુજરી ભાષામાં મિત્રો-સ્નેહીજનો -અધિકારીઓ -સરકારના મંત્રીઓ-મુખ્યમંત્રી પત્રો લખો. આ રીતે સાચી સ્વર્ણિમ ગુજરાતની ઉજવણી થશે અને ગુજરાતનો સર્વ જન સાથ મળી ગુજરાતને આસમાન ની ઉચાઇ અપાવશે એવી વિંનતી છે સંસ્કૃત તો છે ધર્મની ભાષા , અંગ્રેજી તો વેપારે વપરાય હિન્દી તો છે રાષ્ટ્રભાષા , પણ ગુજરાતીએ વિવેક દેખાય
- સ્વપ્ન જેસરવાકાર