ગુજરાતી સાહિત્ય સ્પર્ધા.

4.29 stars - 286 reviews

ગુરુ પૂર્ણિમાએ ગુરુનું દર્શન અર્ચન પૂજન થાય,
"ગુજરાતી સાહિત્ય સ્પર્ધા"ની જાહેરાત થાય.
આવો ગરવા ગુજરાતીઓ તમે પણ જોડાવ,
સાહિત્ય પીરસીને આપનું, ખમીર તો બતાવ.
કવિતા, ગીત, ગઝલ ને તું સ્વપ્ને મઢાવ,
સોનેટ,મુક્તક ભજન ને તું આકાશે ગજાવ.
નિબંધ અને વાર્તા ને જગતભરમાં ફેલાવ,
નવલિકા ને કથા તું સોનેરી અક્ષરે સજાવ.
વિકાસ થશે ગુર્જરી ભાષાનો નક્કી તું જાણ,
સાકાર થશે સપનું સહુનું, જરૂર પ્રેમે પ્રમાણ.

Post/View Comment