તુક્તક

4.29 stars - 286 reviews

મુક્તક કહો તો મુક્તક, એ કવિઓનું સર્જન છે,
તુક્તક કહો તો તુક્તક , એ મારું વર્ણન છે.
સ્વપ્ન સજાવવા છે, મારે આપ સહુના,
તમારા ચરણોમાં આ મારું એક કીર્તન છે.

દિવસો ચુંટણીના આવી રહ્યા છે ને,
ચર્ચા છે પક્ષોમાં ઉમેવારના ચયન સુધી.
ના સંસદ સુધી, ના વિધાન ભવન સુધી,
અમારે પહોચાડવાના તમારા જ ભવન સુધી.

ચુંટીને અમે મોકલ્યા તો, તમે તો બહુ ફર્યા,
ગાડીમાં જોયા તમને તો કાચ નીચા ન કર્યા.
અમે તો અરજી લઈને દોડતા હતા પણ,
પરવા ક્યાં હતી તમોને , કદીયે ના મળ્યા.

એક વાતનું દુખ છે, હજી સમજાતું નથી,
જયારે કરીએ ફોન ત્યારે સાહેબ ઘર નથી.
એવો જ હોય છે, આપના પત્નીનો પ્રત્યુતર,
ચુંટ્યા છે કોને આપને, કે એમને સમજાતું નથી.

કહેવત છે એ જ કે , જીવનચક્ર કાયમ ફરવાનું,
કાલ સુધી તમેજ બોલતા, આજ મારે પૂછવાનું.
તમે તો સલામત રહો છો કમાન્ડોની વચ્ચે,
અમારે આતંકવાદ, ને નકસલવાદમાં રહેવાનું.

સ્વપ્ન જેસરવાકર..... ( ગોવિંદ પટેલ )

Post/View Comment