મુક્યો મેં વિશ્વાસ જગત પર ,
... જગતને મારામાં વિશ્વાસ નથી.
ભાગ્યના ભરોસે દોડ્યો છું,
પણ હરદમ પાછો પડ્યો છું,
હવે અંતિમ કોઈ આશ નથી...જગતને મારામાં વિશ્વાસ નથી.
ડોલરના દમામે દોડ્યો છું,
ડાઈમમાં તો દબાયો છું,
આજ પેની મારી પાસ નથી...જગતને મારામાં વિશ્વાસ નથી.
અમેરિકાની અજાયબીને મોહી ગયો,
ભૌતિકતાની ભૂગોળમાં ભરાઈ ગયો,
આધ્યામિકતા મને રાશ નથી..જગતને મારામાં વિશ્વાસ નથી.
કોઈ લાખો ખર્ચીને આવે છે,
કોઈ ગ્રીનકાર્ડ મુકીને ભાગે છે,
વાઈટ જોબનો હવે ક્લાસ નથી. જગતને મારામાં વિશ્વાસ નથી.
અંતર ને મારા હું વલોવી રહ્યો,
"સ્વપ્ન"મૃત્યુની રાહ જોઈ રહ્યો,
હવે માનવીનો મુક્ત શ્વાસ નથી.... જગતને મારામાં વિશ્વાસ નથી.
( ડાઈમ એટલે દસ પૈસા અને પેની એટલે એક પૈસા ) (૧૫ સપ્ટેમ્બર ૧૯૯૪ )
સ્વપ્ન જેસરવાકર ( ગોવિંદ પટેલ )