કયાં મળે છે......

4.29 stars - 286 reviews

આજ કાલ  ક્યાં  શુદ્ધ  જીવન  મળે  છે,
અરે ક્યાં શુદ્ધ  જળ ને  અન્ન મળે  છે.
જે પીતા'તા માટલાનું  પાણી જ,
આજ બિસલરી ને એરોહેડ પીએ  છે.
શુદ્ધ દૂધ-ઘી  ને માખણ છે  દુર્લભ,
એ  ડેરી અને કોલ્ડસ્ટોરેજમાં મળે છે.
ક્યાં એ ગૌરવ ભર્યા કપડાની ફેશન ?
હવે તો ફાટેલાં જીન્સ ફરતા  લાગે છે.
કયાં છે દેશદાઝ ને દેશપ્રેમની વાતો ?
આ નેતાઓના મડદાં ફરતા લાગે છે.
થયાં "સ્વપ્ન" ગીત-સંગીત ને ભજનો,
ઘર અને કારમાં પોપ સંગીત વાગે છે.

 

સ્વપ્ન જેસરવાકર  ( ગોવિંદ  પટેલ ) '

Post/View Comment