ગુજરાતી એટલે કોણ, ખબર છે?
રોમ માં રસપુરી, અને પેરીસ માં પાતળા ખાઈ જાણે એ ગુજરાતી,
વિશ્વના 5 પૈસાદારો માં 2 ગુજરાતી,
સુખ નો વેંપલો અને દુઃખ ની ઉજાણી કટી જાણે એ ગુજરાતી,
ગઝલ હોય કે શેર, શેરબજાર નો શેર ગુજરાતી,
હોળી, દિવાળી, નોરતા, શોકટાબાજી એ ખેલ ગુજરાતી,
અને આપણને આઝાદી અપાવનાર પેલો અહિંસાવાદી ગુજરાતી,
ભગવાન ભલે જાણતો હશે હજારો ભાષા, એને પણ ગુજરાતી થવાનું ગમે એ ભાષા ગુજરાતી,
કાઠીયાવાળ થી કેલીફોર્નિયા સુધી ઠેટે ઠેટ ગુજરાતી,
અને જ્યાં-જ્યાં વસે ગુજરાતી, ત્યાં-ત્યાં સદાકાળ ગુજરાત,
ચંદ્ર ઉપર પગ મુકનાર માણસ કોઈપણ જાતિનો હશે,
પણ એની ઉપર દુકાન બાંધનાર પેલો માણસ હશે એ ગુજરાતી
Proud 2 B, A GUJARATI...
સુધારા ને સરહદ નથી ને પ્રગતિ ને પૂર્ણવિરામ નથી.
ઘુવડ સદા અંધકાર માં રહે એમાં સૂર્યનો કઈ વાંક નથી,
ચાતક સદા તરસ્યું રહે એમાં વરસાદનો કઈ વાંક નથી,
દગાબાઝ હોય ઝવેરી ઘણા એમાં હીરાનો કઈ વાંક નથી,
કુસંગી સદા કુસંગ કરે એમાં સત્સંગનો કઈ વાંક નથી.
પ્રફુલ પટેલ,