મૂર્તિ તમારી મારા શ્યામ શોભાધામ છે, છબી પર વારું કોટિ કામ, મન અભિરામ છે…૧
પ્રેમી જનના પ્રાણ, છો જી તમે શ્રીહરિ, જાગો મારા જિવનપ્રાણ કે જોઉં નેણાં ભરી…૨
તલખે છે સૌ વ્રજનાર દર્શન કારણે, જાગો મારા જગના જીવન જોઈને જાઉં વારણે…૩
મનમોહન ચિત્ત ચોર દર્શન આપીએ, મુક્તાનંદ કહે નાથ, દુઃસહ દુઃખ કાપીએ…૪