તુક્તકો.. સ્વપ્નનાં.....[૨]
સ્વપ્ન સુંદર હોય પણ એ સાચા હોતા નથી,
અને સાચા સ્વપ્ન કદીયે સુંદર હોતા નથી.
મન અને દિલની સુંદરતા હોય તો જુઓ ,
મહેનતી લોક કદી સ્વપ્નો સેવતા જ નથી.
ખુલ્લી ને બંધ આંખે સ્વપ્નાં જોયા છે,
હસતા ને રડતા પણ સ્વપ્નાં જોયા છે.
એમને જોયા છે ઘણી વખત જયારે,
તો એમને સ્વપ્નાંમાં રડતાં જોયા છે.
સ્વપ્નમાં પ્રેમ ને પ્રણય ને જોયાં છે,
સ્વપ્નમાં મેં છળ ને કપટને જોયાં છે.
બેહાલ જનતાના દુખ-દર્દ પણ જોયાં છે,
સ્વપ્નમાં નાલાયક નેતાઓને જોયાં છે.
અરે ભાઈ સ્વપ્નાંની વાતો કયાં કરો છે,
એમણે વચનોનો માહોલ બનાવ્યો છે.
ધોળે દિવસે તારા બતાવી અમને,
પોતાનો પણ તાજ મહેલ બનાવ્યો છે.
સ્વપ્ન સાચું પડ્યું તો એ છકી ગયા છે,
વાયદા અને વચનો બધું ભૂલી ગયા છે.
ઈશ્વરને પણ ચિંતા છે એ વાતની કે,
મારા બનાવેલા મને બનાવી ગયા છે.
સ્વપ્ન જેસરવાકર ( ગોવિંદ પટેલ )