શ્રી રજનીભાઈ એ આદ્યકવિ નરસિંહ મહેતાનું જીવન નિરૂપણ સુંદર કર્યું છે.
હોળીના સમયે ગવાતું એક પદ રજુ કરું છું.
પિચકારી મને ના મારશો,
ના મારશો હો નંદ લાલ રે , પિચકારી મને ના મારશો.
મારે માથે છે પાણીનું બેડલું,
મારી કેડે છે નાનેરા બાળ રે , પિચકારી મને ના મારશો.
ઘેર સાસુ અમારાં ખીજશે,
કંઈ નણંદલ દેશે ગાળ રે, પિચકારી મને ના મારશો.
ઘેર નાનો દીયેરીયો લાડકો ,
પરણ્યો છે વિખનું ઝાડ રે, પિચકારી મને ના મારશો.
મુખ માંજું ને આંજું રે આંખડી,
બળવંતા ના બાંધું બે હાથ રે, પિચકારી મને ના મારશો.
લ્યો ને અબીલ ગુલાલ ખોળા ભરું,
તે લઈ છાંટો હો નંદલાલ રે, પિચકારી મને ના મારશો.
મે'તા નરસીના સ્વામી શામળા ,
તમે વેગળા અહીંથી જાવ રે , પિચકારી મને ના મારશો.
પદના રચયિતા===== આદ્ય કવિ નરસિહ મહેતા..
સ્વપ્ન જેસરવાકર ====== ગોવિંદ પટેલ