Gujarati Poem : છેલ્લે તો આપણે બે જ હોઈશું

4.29 stars - 286 reviews

છેલ્લે તો આપણે બે જ હોઈશું. ભલે ઝગડીએ, ક્રોધ કરીએ, એકબીજા પર તુટી પડીએ,  એકબીજા પર દાદાગીરી કરવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું. 
જે કહેવું હોય એ કહી લે, જે કરવું હોય એ કરી લે, 
એકબીજાનાં ચોકઠાં(ડેન્ચર-ચશ્માં) શોધવા છેલ્લે તો આપણે બે જ હોઈશું. 

હું રીસાઈશ તો તું મનાવજે, તું રીસાઈશ તો હું મનાવીશ, 
એકબીજાને લાડ લડાવવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું. 

આંખો જયારે ઝાંખી થશે, યાદશક્તી પણ પાંખી થશે, ત્યારે, એકબીજાને એકબીજામાં શોધવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.

ઘુંટણ જ્યારે દુઃખશે, કેડ પણ વળવાનું મુકશે, ત્યારે એકબીજાના પગના નખ કાપવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું. 

'મારા રીપોર્ટસ્ તદ્દન નોર્મલ છે, આઈ એમ ઓલરાઈટ', એમ કહીને, એકબીજાને છેતરવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું. 

સાથ જ્યારે છુટી જશે, વીદાયની ઘડી આવી જશે, ત્યારે, એકબીજાને માફ કરવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું...

Post/View Comment