મુકતકો - Muktako

4.29 stars - 286 reviews

પ્રિય મિત્રો----- આપણા દેશની અત્યારની પરિસ્થિતિને

અનુરૂપ થોડા "મુક્તકો " મુકું છું. આશા છે આપને ગમશે .
 
( ૧) ગરજતી ને વરસતી આ ચુંટણી સભા જોવા દે ,
આક્ષેપબાજી ને નારા દ્વારા વ્યક્ત થતી વ્યથા જોવા દે
સળગી રહી છે સરહદો ને, વિલાઈ દયું છે "સ્વપ્ન",
આઝાદ હિન્દુસ્તાન ની થયેલ આ દુર્દશા જોવા દે .
 
( ૨) કૌભાંડો ને ગોટાળા જેવું રાજકારણ છે આપણું,
લોકો ભલે પાડતા બુમો, પણ આ રાજ છે આપણું,
ચુંટણી ટાણે દઈ ભેટ અને વચનોનું "સ્વપ્ન "
પાંચ વરસ ચરી ખાવાનું આ ખેતર છે આપણું
 
( ૩) સરવાળો કર્યો છે એમણે હમેશાં કૌભાંડોનો ,
ગુણાકાર ગણ્યો છે એમના બેનામી ખાતાઓનો,
ભાગકારનું "સ્વપ્ન" છે એમનું આ દેશની સરહદોનું ,
બાદબાકીમાં ગણી લીધું છે એમને આપેલા વચનોનું .
 
( ૪) હિન્દી ને રાષ્ટ્રભાષાના ગૌરવભર્યા સ્થાને જુઓ ,
વિજ્ઞાનને વિશ્વનામના ના અગ્રેસર સ્થાને જુઓ ,
ઈતિહાસને યાદ કરોને આઝાદીના આગણે જુઓ ,
ભૂગોળ ને ભૂમિતિ ને અખંડીતાતાના તાંતણે જુઓ,
ગણિત ગણો પણ લોક કલ્યાણના નાદ ને જુઓ
વ્યાકરણમાં વીટરાઈ ને માનવતાને આબાદ જુઓ ,
રમત રમશો નહિ કદી કચ્છ કે કાશ્મીરના "સ્વપ્ન" પર
ભાગલા છે ભાષાના પણ મરશું અખંડ હિંદના નામ પર
 
સ્વપ્ન જેસરવાકર

( ૩) સરવાળો કર્યો છે એમણે હમેશાં કૌભાંડોનો ,
ગુણાકાર ગણ્યો છે એમના બેનામી ખાતાઓનો,
ભાગકારનું "સ્વપ્ન" છે એમનું આ દેશની સરહદોનું ,
બાદબાકીમાં ગણી લીધું છે એમને આપેલા વચનોનું .
=======================================

( ૪) હિન્દી ને રાષ્ટ્રભાષાના ગૌરવભર્યા સ્થાને જુઓ ,
વિજ્ઞાનને વિશ્વનામના ના અગ્રેસર સ્થાને જુઓ ,
ઈતિહાસને યાદ કરોને આઝાદીના આગણે જુઓ ,
ભૂગોળ ને ભૂમિતિ ને અખંડીતાતાના તાંતણે જુઓ,
ગણિત ગણો પણ લોક કલ્યાણના નાદ ને જુઓ
વ્યાકરણમાં વીટરાઈ ને માનવતાને આબાદ જુઓ ,
રમત રમશો નહિ કદી કચ્છ કે કાશ્મીરના "સ્વપ્ન" પર
ભાગલા છે ભાષાના પણ મરશું અખંડ હિંદના નામ પર
=========================================
સ્વપ્ન જેસરવાકર

Post/View Comment