સ્વપ્નનું સમર્પણ

4.29 stars - 286 reviews

બેફામ બન્યા વિના આદિલ તૂટતું નથી,
ઘાયલ બન્યા વિન ગઝલ કોઈ લખતું નથી.
સ્વપ્ન ગમે તેવું સુંદર હોય છતાં ,
પરિણામે શૂન્ય એ કદી સાચું પડતું નથી.

( રાગ: ==== માનવ ના થી શક્યો તો ઈશ્વર બની ગયો.==== )
પામી ન શક્યો પ્રેમ તો પાગલ બની ગયો,
બેફામ બની ને પ્રેમમાં ઘાયલ થઈ ગયો.
અસીમ પ્રેમ પામીને ગુમાવ્યું છે આદિલ ,
કેલાશ જવાની આશમાં બેહાલ બની ગયો.
અવિનાશ ને આદમ તો ગની મત દહીથી,
શોભિત થઈને વેણી માં ફુલ બની ગયો.
સૈફ હતો હું પણ પ્રેમમાં મળ્યું જ શૂન્ય ,
જલન લાગી દિલમાં તો ગુલાલ બની ગયો.
આઝાદ, બાપુ કેરું મનહર ખીલ્યું છે પંકજ ,
મરીઝ બનીને સ્વપ્ન માં ગઝલ લખી ગયો.

સ્વપ્ન જેસરવાકર ( ગોવિંદ પટેલ)
( આ રચના પણ આદિલની ષષ્ઠીપૂર્તિ સમયે લખેલું છે.)

Post/View Comment