કરામત છે " ક" ની અમેરિકામાં
કરામત છે " ક" ની અમેરિકામાં
By Hetal Patel
કરામત છે " ક" ની અમેરિકામાં

કરામત છે " ક" ની અમેરિકામાં
(ગુજરાતી ભાષાનો પ્રથમ વ્યંજન મૂળાક્ષર "ક " જે શ્રી કૃષ્ણ અને કૈલાસપતિના
નામનો પ્રથમ અક્ષર છે .તેનો વપરાશ જાણ્યે અજાણ્યે અમેરિકામાં રોજીંદો થાય છે )
...રાગ --==-- મારી હુંડી સ્વીકારો મહારાજ રે ..... શામળા ગિરધારી
કોલમ્બસે શોધી કાઢ્યો આ દેશ રે .... અમેરિકાની બલિહારી
" ક" ની શરૂઆત ત્યાંથી થાય રે .........અમેરિકાની બલિહારી ------- (૧)
કામ મળે તો આ દેશમાં ને સુખેથી જીવાય
કાર વિના આ દેશમાં સહેજ પણ ના ચલાય
હે. કોલથી થાય હરે કામરે ................અમેરિકાની બલિહારી --------(૨)
કાચ તણા બારી- બારણા ને સર્વત્ર સોહાય
કિચન તો હર ઘરમાં અલાયદું જ રખાય
હે ....ક્લોઝેટ વિના ઘરમાંના ચાલે રે ........અમેરિકાની બલિહારી -------(૩)
કપડા-લતાના સેલ તો વારંવાર અહી થાય
કાગળ નો વપરાશ અહી વિષેસ પ્રમાણે થાય
હે ......કાર્પેટ તો ઘર- ઓફિસમાં નખાય રે .......અમેરિકાની બલિહારી ------(૪)
કોફીનો કપ તો સવારમાં હર હાથમાં દેખાય
કોટ- પેન્ટ અને ટાઈમાં બધા અપ્તુંડેત દેખાય
હે.........કોલબેલ તો હર ઘરમાં નખાય રે ........અમેરિકાની બલિહારી --------(૫)
કચરાપેટી માટે અહી તો ગાર્બેચકેન રખાય
કોઈન લોન્ડ્રીમાં પૈસા નાખીને કપડા ધોવાય
હે...........કોકા કોલા ને ક્રશ બેહદ પીવાય રે........અમેરિકાની બલિહારી --------(૬)
ક્રેસીડા ને કોરોલા તો ટોયોટા ની વખણાય
કિંગ - કેબ ને ક્રેસલારની જોડ ના જણાય
હે............કેડીલેક તો લકઝરીયસ ગણાય રે ......અમેરિકાની બલિહારી----------(૭)
કાર્ડ લખીને અહી કાગ્રેચુશન પણ અપાય
કેન્ડલ બુજાવીને પાર્ટીની શરૂઆત થાય
હે ...... કેક કાપી ને અભિનંદન ગવાય રે .......અમેરિકાની બલિહારી ---------(૮)
કોર્ન - કેક્ટસ ને કચુંબર ખુબ ખુબ ખવાય
કૉન ઓઈલ અને કૉન તોટિયા ખુબ વેચાય
હે..............કોલગેટ ને ક્રેષ્ટ થી દંત મંજન થાય રે.......અમેરિકાની બલિહારી --------(૯)
કેન્ડીબાર ને કુકી તો હરતે-ફરતે જ ખવાય
ક્રીમ પણ જાત-જાતની હરેક સ્ટોરમાં વેચાય
હે.............. કેબીનેટ તો ઘર ને ઓફિસમાં નખાય રે .....અમેરિકાની બલિહારી -------(૧૦)
કોકટેલ પાર્ટીઓ તો વારે- તહેવારે યોજાય
કોકેઇન નો વેપાર પણ અહી અનહદ થાય
હે................કોલગર્લ ને કામિનીઓ રસ્તામાં ભટકાય રે .....અમેરિકની બલિહારી--------(૧૧)
કંપની દ્વારા પગારમાંથી ઇન્કમ ટેક્સ કપાય
કાર્યકરો પણ અનેક જાતના અહી દેખાય
હે.................કોર્ટની-કચેરીની લફરાબાજી ગમેત્યારે થાય રે .....અમેરિકાની બલિહારી -----(૧૨)
કેરોલીના અને કેન્સાસ ના રાજ્યો અહી દેખાય
ક્લીપર -અને કિગ રમતની ટીમો વખણાય
હે.................કેલીફોર્નીયા ને ગોલ્ડન સ્ટેટ કહેવાય રે ..............અમેરિકાની બલિહારી -----(૧૩)
કે- માર્ટના સ્ટોર તો આખા દેશમાં દેખાય
ક્લબો પણ અહી જાત-જાતની સ્થપાય
હે..................કેસીનોમાં કરોડોનો જુગાર ખેલાય રે .................અમેરિકાની બલિહારી -------(૧૪)
કે- કેલ નાઈન અને કે ટીવી વખણાય
કેબલ નેટવર્કથી સમાચારો દેશમાં અપાય
હે....................કોમ્પુટરનો ઉપયોગ સર્વત્ર થાય રે ........................અમેરિકાની બલિહારી----------(૧૫)
કેનેડી તો થઇ ગયા વિશ્વશાંતિના દૂત
ક્લીન્ટન કેરા "સ્વપ્ન " સાકાર થાય
હે ..................ક્રિસમસથી વરસના વધામણા થાય રે .....................અમેરિકાની બલિહારી ---------(૧૬)
સ્વપ્ન જેસરવાકર (જાન્યુઆરી ૧૯૯૫ માં લખેલ છે)
Help. Did you like this website or this article. We are non profit website, Please help keep 14Gaam online
infoGujarati Poem
Note. Want to contribute or share your views/thoughts in form of Article? Feel free to Add your articles or email to us at info@14gaam.com
info-
-
Gujarati-Poem: ગુજરાતના બાળકો રે - Children of Gujarat
| 32753 views | -
Jay Jay Garvi Gujarat
| 31366 views | -
ગુરુ પૂર્ણિમા
| 78295 views | -
Type in Gujarati Fonts or Hindi Fonts on your Computer
| 16712 views | -
ગૌરવ કથા ગુજરાતની
| 13283 views | -
ગુજરાતની વિભૂતિઓ અને પ્રદેશો
| 6606 views | -
મોઘવારી એ તો માઝા મેલી.
| 8865 views | -
ફક્ત વચનની જરૂર
| 4738 views | -
દુનિયાના દેશોનો સમન્વય
| 4044 views | -
મહેકતું ગુજરાત રમેશ પટેલ(આકાશદીપ)
| 6093 views | -
Manmohan darshan aape
| 3937 views | -
નહેરુ થી નરસિહ સુધી
| 6575 views | -
પડકાર કરો
| 6150 views | -
વડાપ્રધાનો ના વિશેષણો
| 6273 views | -
કરામત છે " ક" ની અમેરિકામાં
| 4348 views | -
Gujarati Sher
| 6996 views | -
સ્વર્ણિમ ગુજરાત - 2010
| 6001 views | -
ભારત માતાની સ્તુતિ
| 4426 views | -
ભારતના સપૂતોને શ્રદ્ધાંજલિ
| 6361 views | -
ગરવા ગુજરાતને ગજાવો
| 4736 views | -
ભારતની ગૌરવ ગાથા
| 9233 views |
Recent Comments
Bhupendra posted on 4/8/2011 9:10:43 AM
If you have previously added your profile and would you like to view other's ad on this page, Please enter you previously added email address, will allow you to view contact number and email address without re-posting you ad.