ભારતની ગૌરવ ગાથા
ભારતની ગૌરવ ગાથા
By Hetal Patel
ભારતની ગૌરવ ગાથા

ભારત થી અમેરિકા એક પત્ર .............
( અમેરિકાથી એક પત્ર " અમેરિકાની ઝાંખી" ના જવાબમાં જેસરવાથી એક
પત્ર જેનું સ્વપ્નની કલમે " ભારતની ગૌરવ ગાથા " સ્વરૂપે અંકિત થયું.......
( "અમેરિકાની ઝાંખી " ૧ જુલાઈ ૨૦૧૦ ના રોજ પ્રસિદ્ધ થયું હતું. )
ભારત ની ગૌરવ ગાથા....
( રાગ=..... આંધળી માં નો કાગળ ....... )
ભારત છે દેવતાઓની ભૂમિ, થયા ઋષિ, મુની, ને સંત,
એવી આધ્યાતિમ્કતાની ધરતી, પરથી દીપેશ લખે ખત.
ભાઈ મારો છે નોર્વોક ગામે ,
બ્રિજેશ જેસરવાકર જ નામે.
રામ- કૃષ્ણ- બુદ્ધ - નાનક ને થયા છે મહાવીર સ્વામી,
હનુમાનજી -જલાબાપા- સાથે કબીર ને સહજાનંદ સ્વામી.
સવાર-સાંજ આરતી કીર્તન થાયે
ભક્તિ ભાવમાં સૌ તરબોળ દેખાયે.
સૂર્ય -ચન્દ્ર- અગ્નિ -ધરતી , પવન સાથે જ ગૌ માતા,
મહેનત પ્રમાણે આપે છે સૌને, ઉપરવાળો જ અન્નદાતા.
ગંગા- જમના- ગોદાવરી ને સરસ્વતી,
તાપી- નર્મદા- મહી ને સાબરમતી.
આ ધરતી પર તો માનવતા , છે એક રૂડી ચીજ,
આવેલાને ને આવકાર આપે ઈજ્જતની છે બીક.
ભૂખ્યાને તો એ જરૂર ભોજન કરાવે,
મુશીબત ના ટાણે એ દોડી ને આવે.
સંસ્કૃત તો છે ધર્મની ભાષા, અંગ્રેજી વેપારે વપરાય,
હિન્દી તો છે રાષ્ટ્રભાષા,પણ ગુજરાતીએ વિવેક દેખાય.
તમારે ત્યાં પાણીના પૈસા લેવાય,
અહી તો મફત પરબો જ મંડાય.
ઝાંસીની રાણી- તાત્યા ટોપે થયા બહાદુરશા ઝફર,
સ્વતંત્ર સંગ્રામના સેનાનીઓ, કુરબાની ની કરી સફર.
વિક્રમ થયો છે પરદુઃખભંજન રાજા,
રાણા પ્રતાપ ને શિવાજી મહારાજા.
આ દેશની ધરતી પર થઈ ગયો એક જ ફકીર,
આફ્રિકાની ભૂમિ પર ફેક્યું એણે સત્યાગ્રહ કેરું તીર.
સાબરમતી કેરો એ સંત જ કહેવાયો,
અહિંસા ના રસ્તે એ આઝાદી લાવ્યો.
ભગતસિહ, આઝાદ, મોલાના, ટીળક, લાલ,બાલ, પાલ,
શાસ્રી, સુભાષ, નહેરુ, ને સરદારે તો કરી છે કમાલ.
બારડોલીમાં અંગ્રેજ હકુમત હચમચાવી,
અખંડ ભારત કેરી જુઓ ધુણી ધખાવી.
ગેટ વે ઓફ ઇન્ડિયા મુબઈમાં, ને કલકતામાં બ્રીજ હાવરા,
કુતુબ, લાલ કિલ્લો દિલ્હીમાં , ને તાજ મહાલ તો આગરા.
આણંદની ઓળખ શ્વેતક્રાંતિ છે અમુલ ડેરી,
રથયાત્રા માટે મશહુર અમદાવાદ ને પૂરી.
ગ્વાલિયર ને વડોદરા તો ભાઈ, શ્રીમંત રાજવી કેરાં શહેર,
અજન્તા - ઈલોરાની ગુફાઓ, સાથે જુઓ લખનૌ કેરી જ લહેર.
જયપુર ને તો કહેવાય છે ગુલાબી નગર,
ભોપાલ,પટના, બેગ્લોર, મદ્રાસ, ને અમૃતસર.
અમેરિકા- રશિયા- ઈંગ્લેડ- કેનેડા , ફ્રાંસ સિંગાપુર ને પાકિસ્તાન ,
ભારતને જ માતા કહેવાય ભાઈ, ના દુબઈ ચીન કે જાપાન.
સમર્પણ ની ભાવના હરદમ શીખાયે,
કાયમ પડોશી રાષ્ટ્રો ની મદદે જાયે.
ભારત છે ભવ્ય ભૂમિ ને ભવ્ય સંસ્કૃતિનો વારસો જ ગણાય,
એક દિ દુનિયાને જરૂર દોરશે, ને જગતનો તાત જ થાય.
ભારતની ગૌરવ ગાથા દુનિયામાં ગવાય,
એક વાર " સ્વપ્ન "ની પાંખે બેસવાનું થાય.
" સ્વપ્ન " જેસરવાકર ( ગોવિંદ પટેલ )
Help. Did you like this website or this article. We are non profit website, Please help keep 14Gaam online
infoGujarati Poem
Note. Want to contribute or share your views/thoughts in form of Article? Feel free to Add your articles or email to us at info@14gaam.com
info-
-
Gujarati-Poem: ગુજરાતના બાળકો રે - Children of Gujarat
| 32662 views | -
Jay Jay Garvi Gujarat
| 31094 views | -
ગુરુ પૂર્ણિમા
| 78187 views | -
Type in Gujarati Fonts or Hindi Fonts on your Computer
| 16660 views | -
ગૌરવ કથા ગુજરાતની
| 13215 views | -
ગુજરાતની વિભૂતિઓ અને પ્રદેશો
| 6514 views | -
મોઘવારી એ તો માઝા મેલી.
| 8805 views | -
ફક્ત વચનની જરૂર
| 4664 views | -
દુનિયાના દેશોનો સમન્વય
| 3953 views | -
મહેકતું ગુજરાત રમેશ પટેલ(આકાશદીપ)
| 6056 views | -
Manmohan darshan aape
| 3885 views | -
નહેરુ થી નરસિહ સુધી
| 6491 views | -
પડકાર કરો
| 6073 views | -
વડાપ્રધાનો ના વિશેષણો
| 6184 views | -
કરામત છે " ક" ની અમેરિકામાં
| 4268 views | -
Gujarati Sher
| 6941 views | -
સ્વર્ણિમ ગુજરાત - 2010
| 5901 views | -
ભારત માતાની સ્તુતિ
| 4360 views | -
ભારતના સપૂતોને શ્રદ્ધાંજલિ
| 6305 views | -
ગરવા ગુજરાતને ગજાવો
| 4682 views | -
ભારતની ગૌરવ ગાથા
| 9150 views |
Recent Comments
Kriyanshi Savaliya posted on 9/14/2012 9:44:18 AM
If you have previously added your profile and would you like to view other's ad on this page, Please enter you previously added email address, will allow you to view contact number and email address without re-posting you ad.