નેતાજી તો પરલોક પધાર્યા.
નેતાજી તો પરલોક પધાર્યા.
By Hetal Patel
નેતાજી તો પરલોક પધાર્યા.નેતાજી તો પરલોક પધાર્યા............
( રાગ:== વૈષ્ણવ જન તો તેને રે કહીએ............................... )
નેતાજી તો પરલોકમાં પધાર્યા, પરલોકને ફફડાવે રે.
ચિત્રગુપ્તજીને સવાલ પૂછીને, હિસાબ સઘળો માંગે રે.......નેતાજી તો...(૧)
આ તમારો યમરાજ છે કેવો, નહી અક્કલનો છાંટો રે,
પાડે બેસાડી એ મને જ લાવ્યો, શિખામણ એને આપો રે......નેતાજી તો...(૨)
મોઘી ને એરકંડીશન એવી, કારોમાં જ હું ફરનારો રે,
પાડે બેસી ને કમર જ દુખી, કોલગર્લને તો બોલાવો રે.......નેતાજી તો...(૩)
ચિત્રગુપ્તજી કહે બધા પશુઓને, પૂછી ને પૂછાવ્યું રે,
પાડો કે' હું જ જવાનો, કેમ કે એ તો છે મારા જેવા રે........નેતાજી તો...(૪)
આ પાપ પુણ્યના ચોપડા ને, મુકો બધી ધમાલો રે,
ભાગમાં આપણે ધંધો કરીએ, કોન્ટ્રાકટ પદ્ધતિ લાવો રે........નેતાજી તો...(૫)
મારા જેવા હોય અહી તો, એમની મીટીંગ બોલાવો ને,
એક પાર્ટી અહીજ બનાવીને, મને હાઈકમાંડ બનાવો રે.......નેતાજી તો...(૬)
ભાષણ કરવાનું કામ જ મારું, એ સર્વેને સમજાવો રે,
સ્વર્ગવાળાને વચનો દેવાના, નર્કવાળાને આવકારો રે.........નેતાજી તો...(૭)
સ્વીસ બેંકમાં ખાતું કરાવું ને, તમે ખાધે જ રાખો રે,
બ્રહ્મા-વિષ્ણુ-શંકરને ગણવા નહી, જરૂરે માફી માગો રે...........નેતાજી તો...(૮)
કૈક થાય તો ગભરાતા નહી, છે રસ્તો મારી પાસે રે,
વિષ્ણુને વૈકુંઠ મુકાવશું, પક્ષપલટામાં હું પાવરધો રે......... નેતાજી તો...(૯)
ભાષણમાં હું ગાંધી જેવો, ને કાર્યે ગબ્બર જેવો રે,
ફેશનમાં તો જોની જેવો, ને ખાધે પીધે પાડા જેવો રે.........નેતાજી તો...(૧૦)
બદલી અને યોજનાની સાથે, નાણાં ખાતું આપો રે,
સ્વર્ગમાંથી નરકમાં ફેરવવાનો , કીમિયો તો જુઓ રે .........નેતાજી તો...(૧૧)
નેતા થઈને સભાઓ ગજવી, દહેજ વિરોધી નારો રે,
પણ દીકરા-દીકરી પરણાવી, લીધો દહેજનો લ્હાવો રે........ નેતાજી તો...(૧૨)
આ બધું જ કરું તમ કાજે, પણ શરત મારી સ્વીકારો રે,
ચુંટણી ટાણે મને રજા આપી , ધરતી પર મોકલાવો રે........નેતાજી તો...(૧૩)
હાઈકમાંડ અને પ્રમુખને હું, પગે પડી સમજાવું રે,
સગા -સબંધીને ટીકીટ અપાવું, ફંડ નો લાગ સારો રે...........નેતાજી તો...(૧૪)
સાભળીને ચિત્રગુપ્તજી બોલ્યા, આને હનુમાનને સોંપો રે,
ગદાથી જ ગદ્ડાવો પછી, હાડકા તોડી ઉધો લટકાવો રે....... નેતાજી તો...(૧૫)
આ તો "સ્વપ્ન"ના શમણાની, એક રામ કહાણી રે,
સાંભળી છે મેં તો , ચિત્રગુપ્તના મોઢાંમોઢ વાણી રે ...... નેતાજી તો... (૧૬)
" સ્વપ્ન " જેસરવાકર, ( ગોવિંદ પટેલ)
Help. Did you like this website or this article. We are non profit website, Please help keep 14Gaam online
infoGujarati Poem
Note. Want to contribute or share your views/thoughts in form of Article? Feel free to Add your articles or email to us at [email protected]
info-
-
Gujarati-Poem: ગુજરાતના બાળકો રે - Children of Gujarat
| 32494 views | -
Jay Jay Garvi Gujarat
| 30549 views | -
ગુરુ પૂર્ણિમા
| 78030 views | -
Type in Gujarati Fonts or Hindi Fonts on your Computer
| 16553 views | -
ગૌરવ કથા ગુજરાતની
| 13077 views | -
ગુજરાતની વિભૂતિઓ અને પ્રદેશો
| 6360 views | -
મોઘવારી એ તો માઝા મેલી.
| 8701 views | -
ફક્ત વચનની જરૂર
| 4553 views | -
દુનિયાના દેશોનો સમન્વય
| 3808 views | -
મહેકતું ગુજરાત રમેશ પટેલ(આકાશદીપ)
| 5981 views | -
Manmohan darshan aape
| 3813 views | -
નહેરુ થી નરસિહ સુધી
| 6324 views | -
પડકાર કરો
| 5950 views | -
વડાપ્રધાનો ના વિશેષણો
| 5971 views | -
કરામત છે " ક" ની અમેરિકામાં
| 4153 views | -
Gujarati Sher
| 6852 views | -
સ્વર્ણિમ ગુજરાત - 2010
| 5739 views | -
ભારત માતાની સ્તુતિ
| 4220 views | -
ભારતના સપૂતોને શ્રદ્ધાંજલિ
| 6156 views | -
ગરવા ગુજરાતને ગજાવો
| 4538 views | -
ભારતની ગૌરવ ગાથા
| 8956 views |
Recent Comments