Home
»
Gujarati Poem
»
દાદા નો નાનકો
દાદા નો નાનકો
દાદા નો નાનકો
By Hetal Patel
dada-no-nankoપ્યારી લાગે વાતો એવી, જાગું રાતો - સારી રે..!!"
દાદી - (દાદાને), " શું કરો છો ? આ નાનકાને જરા, બે ચાર વાર્તા કહેજો, વાર્તા સાંભળતો, સાંભળતો સૂઈ જશે. પછી હું એને લઈ જઈશ."
દાદા - " હ..મ્..મ્..!!"
" દાદા ?" ;
" હ..મ્..મ્..!!" ;
" મને વાર્તા કો`ને.! " ;
" હ..મ્..મ્..!!"
" દાદા ?" ;
" હ..મ્..મ્..!!"
" દાદા, વાર્તા ? "
" શેની વાર્તા કહું ? " ;
" હ..મ્..દાદા, `Goat` ની. "
" એક ગોટ હતું ? તે એના નાના બચ્ચા સાથે જતું હતું." ;
" હ..મ્..મ્..!!"
" ગોટ તો જલ્દી- જલ્દી આગળ ચાલ્યું, તેનું બચ્ચું પાછળ રહી ગયું..!! " ;
" હ..મ્..મ્.. પછી ? "
" પછી બચ્ચું તો એકલું પડી ગયું..!! " ;
" પછી ? "
" પછી બચ્ચું રડવા લાગ્યું, એં..એં..એં..મારી મમ્મી ખોવાઈ ગઈ..!! " ;
" પછી? "
" પછી એક ભાઈ આવ્યા." ;
" પછી ?"
" ભાઈએ કહ્યું, બેટા કેમ રડે છે ? " ;
" પછી ?"
" એં..એં..એં..મારી મમ્મી ખોવાઈ ગઈ..!! "
" પછી?"
"પેલા ભાઈએ કહે,બેટા, ચાલ, તને મમ્ આપું..!!"
" શેનું મ..મ્ ? "
" ઘાસ..!! "
" દાદા, ઍપલ?"
"ઍપલ, પણ..!!"
"દાદા, ઉભા રહો..!! મોટું ગોટ કંઈ ગયું?"
" મોટું ગોટ,એના બચ્ચાને શોધવા ગયું?"
"મોટા ગોટને મ..મ્ આપવાનું?"
"આપવાનું?"
"દાદા, ઍપલ આપવાનું?"
"ઍપલ આપવાનું..!!"
" ઘાસ ? "
"ઘાસ પણ આપવાનું ? "
"કોને ?"
" ગોટને, આપવાનું..!!"
" દાદા, મોટા કે નાના ગોટને?"
"મોટા ગોટને આપવાનું..!!"
"નાનાને નહીં આપવાનું?"
"નાના ગોટને પણ આપવાનું...!!"
"નાના ગોટને ઘાસ આપ્યું` તું ને?"
" ક્યારે ?"
"દાદા,તે ઍપલ ખાતું`તું ને..!! ત્યારે?"
" હા,ભાઈ, મારો નાનું હો..શિયાર છે, હોં..!!"
" દાદા,મોટું ગોટ આવ્યું?"
" નથી આવ્યું."
"પણ, તમે તેને મ..મ્ આપ્યું ને?"
" કોને ? "
"દાદા, મોટા ગોટને..!!"
" કોણે આપ્યું?"
"દાદા,તમે આપ્યું."
" ક્યારે આપ્યું? "
"મોટું ગોટ એપલ નો`તું ખાતું? ત્યારે..!!"
" નાનું તો, હો..શિયાર છે, ભાઈ..!! "
"દાદા, નાનું ગોટ રડે છે? "
"ના બેટા..!!"
" કેમ ? "
" પેલા, ભાઈએ મ..મ્ આપ્યુંને?"
"મ..મ્ પેલા ભાઈએ આપ્યું?"
"હા,બેટા."
"દાદા, પણ તમે મ..મ્ આપ્યું ને?"
"ના,બેટા,પેલા ભાઈએ આપ્યું..!!"
" નાના ગોટને ? "
"હા બેટા..!!"
"દાદા, મોટું ગોટ આવ્યું ?"
" આવ્યું..!!"
"શેમાં અલ્ટોમાં?"
" નેનો માં..!!"
"દાદા, અલ્ટોમાં કોણ આવ્યું?"
"કોઈ નહીં..!!"
" તમે, શેમાં આવ્યા?"
" હું નથી આવ્યો."
" દાદા,તમે નથી આવતા?"
"આવીશને?"
"ક્યારે?"
" પછીથી ?"
" શેમાં? અલ્ટોમાં"
" ના, નેનો માં..!!"
"દાદા, નેનો તો મોટું ગોટ લઈ ગયું..!!"
" અરે..હા.., નાનું તો, હો..શિયાર છે, ભાઈ..!! "
" દાદા, અલ્ટો કોણ ચલાવે ? "
" અલ્ટો, દાદા ચલાવે..!!"
" નેનો?"
" નેનો પણ ચલાવે..!!"
" કોણ ચલાવે?"
"દાદા.ચલાવે..!!"
" નેનો તો ગોટ લઈ ગયું..!!"
" અરે..હા..ભાઈ,ભૂલી ગયો..!!"
" દાદા ઉભા રહો, મોટું ગોટ?"
" નેનો લઈ ગયું..!!"
" નાનું, અલ્ટો?"
"નાના ગોટને, ગાડી ના આવડે..એ...એ..!!"
"દાદા, કઈ ગાડી?"
"નેનો..!!"
" અલ્ટો આવડે?"
"ના આવડે?"
" કેમ ના આવડે?"
" ગોટ નાનું હોયને એટલે..!!"
" ગોટ મોટું થાય?"
"થાય..!!"
"ક્યારે થાય ? "
"ખૂબ મ..મ્ ખાયને ત્યારે..!!"
"કયું મ...મ્?"
" ઘાસ..!!"
" દાદા, ઍપલ આપવાનું?"
"આપવાનું?"
" ઘાસ ? "
"ઘાસ પણ આપવાનું ? "
"કોને ?"
" ગોટને, આપવાનું..!!"
" દાદા, મોટા કે નાના ગોટને?"
"મોટા ગોટને આપવાનું..!!"
"નાનાને નહીં આપવાનું?"
"નાના ગોટને પણ આપવાનું...!!"
"નાના ગોટને ઘાસ આપ્યું` તું ને?"
" ક્યારે ?"
"દાદા,તે ઍપલ ખાતું`તું ને..!! ત્યારે?"
" હા,ભાઈ, મારો નાનું હો..શિયાર છે, હોં..!! ઘ...ર્..ર્..ર્.ર્..ર્" ( દાદા, સૂઈ ગયા? હા...!! )
" દાદા, સૂઈ ગયા? દાદા..દાદા..દાદા ? "
દાદીઃ- " નાનકા, તું સૂતો નથી? દાદા શું કરે છે ? "
નાનકોઃ-" બા, દાદા, સૂઈ ગયા..!! હવે તમારો વારો..!! વાર્તા કહોને ?"
દાદા-દાદીના આવા પરમાનંદ ઉપર, ` NO COMMENTS. `
માર્કંડ દવે.તા.૧૨-૦૨-૨૦૧૦.
Help. Did you like this website or this article. We are non profit website, Please help keep 14Gaam online
infoGujarati Poem
Note. Want to contribute or share your views/thoughts in form of Article? Feel free to Add your articles or email to us at [email protected]
info-
-
Gujarati-Poem: ગુજરાતના બાળકો રે - Children of Gujarat
| 32438 views | -
Jay Jay Garvi Gujarat
| 30306 views | -
ગુરુ પૂર્ણિમા
| 77964 views | -
Type in Gujarati Fonts or Hindi Fonts on your Computer
| 16520 views | -
ગૌરવ કથા ગુજરાતની
| 13037 views | -
ગુજરાતની વિભૂતિઓ અને પ્રદેશો
| 6333 views | -
મોઘવારી એ તો માઝા મેલી.
| 8668 views | -
ફક્ત વચનની જરૂર
| 4522 views | -
દુનિયાના દેશોનો સમન્વય
| 3783 views | -
મહેકતું ગુજરાત રમેશ પટેલ(આકાશદીપ)
| 5957 views | -
Manmohan darshan aape
| 3782 views | -
નહેરુ થી નરસિહ સુધી
| 6275 views | -
પડકાર કરો
| 5895 views | -
વડાપ્રધાનો ના વિશેષણો
| 5910 views | -
કરામત છે " ક" ની અમેરિકામાં
| 4116 views | -
Gujarati Sher
| 6818 views | -
સ્વર્ણિમ ગુજરાત - 2010
| 5701 views | -
ભારત માતાની સ્તુતિ
| 4189 views | -
ભારતના સપૂતોને શ્રદ્ધાંજલિ
| 6128 views | -
ગરવા ગુજરાતને ગજાવો
| 4505 views | -
ભારતની ગૌરવ ગાથા
| 8874 views |
Recent Comments