આજકાલ ફેલાતા ચિકનગુનિયા જેવા તાવમાં પણ લીમડો તથા ઘીલોયને વાટીને પીવાથી અકસીર ઈલાજ થાય છે. શ્રી રામદેવજી મહારાજ (યોગશાસ્ત્રી) પણ ચિકનગુનિયાના તાવમાં આ ઈલાજને અકસીર ગણાવે છે
ચિરાયત નું નામ ઘણા લોકો એ સાંભળ્યુ હશે.વર્ષોથી આપણા દાદી – નાની કડવા ચિરાયતથી બીમારીઓને ભગાડતા આવ્યા છે.વાસ્તવમાં આ કડવા ચિરાયત એ એક પ્રકારી જડી બુટ્ટી છે જે કુનૈન ની ગોળી થી વધારે પ્રભાવશાળી હોય છે.એક પ્રકારનો આ ઘરગથ્થુ નુસખો છે,જે ઘરે પણ બનાવી શકાય છે.
આ ચિરાયત નામની દવા ડેન્ગ્યુ,મલેરિયા,ચિકનગુનિયા અને સ્વાઇન ફ્લુ જેવા અનેક જાતના તાવથી દુર રાખે છે. પરંતુ આજકાલ આ બજારમાં તે કુટકી ચિરાયત ના નામથી પણ મળે છે.જો કે,વધારે અસરકારક ત્યારે જ કહી શકાય કે જ્યારે તે તાજો હોય અને ઘર જેવો જ શુદ્ધ હોય. હવે વરસાદની સિઝનમાં જ્યારે મચ્છર ના ઉપદ્રવથી વિવિધ જાતના તાવ ના વાયરસ ફેલાય છે ત્યારે નિયમિત રૂપે દરરોજ આ ચુર્ણ લેવાથી દરેક જાતના તાવથી બચી શકશો.
100 ગ્રામ સુકી તુલસી નાં પાનનું ચુર્ણ,100 ગ્રામ લીમડાના સુકા પાનનું ચુર્ણ,100 ગ્રામ સુકા ચિરાયતનું ચુર્ણ લો.આ ત્રણેય ને સમાન માત્રામાં મેળવીને એક ડબ્બામાં ભરી ને રાખી દો.આ તૈયાર ચુર્ણ ને મેલેરિયા કે અન્ય તાવ હોય ત્યારે તે સ્થિતિમાં ત્રણ વાર દુધ સાથે સેવન કરવું. માત્ર બે દિવસમાં આશ્ચર્યજનક લાભ થશે.
તાવ ના હોય ત્યારે પણ રોજ એક ચમચીનું સેવન કરશો તો દરેક જાતના તાવ ને તમારા થી દુર રહેશે.કોઇ પણ પ્રકારની બીમારી ભલે ને તે પછી સ્વાઇન ફ્લુ હોય કે ચિકન ગુનિયા દરેક જાતના તાવ ને તમારાથી દુર રાખે છે.આના સેવનથી શરીર ના દરેક જીવાણું નાશ પામે છે,વળી રોગ પ્રતિરોધક ક્ષમતા વધારવા માટે પણ આ દવા અત્યંત અકસીર છે.જેના નિયમિત સેવનથી લોહી સાફ થાય છે અને નસ માં લોહી ના પ્રવાહ સંચાર સરસ રીતે થાય છે.