કડવો લીમડો સ્વાસ્થ્ય માટે મીઠો - Benifits of Neem

કડવો લીમડો સ્વાસ્થ્ય માટે મીઠો

4.29 stars - 286 reviews
સ્વાસ્થ્યવર્ધક તરીકે ઓળખાતો લીમડો બધી જગ્યાએ જોવા મળે છે. તેના અનેક ઉપયોગો હોવાથી તેને આરોગ્યના દેવતા નારાયણ માનવામાં આવે છે. તે અતિ ગુણકારી હોઇ તેના તમામ ભાગનો ઉપયોગ ઓષધી તરીકે થતો હોય છે. તેના તમામ ભાગો કડવા હોય છે અને તેની કડવાશ પણ એટલી જ તીવ્ર હોય છે. લીમડાની લીંબોળીઓ ગ્રામીણ બાળકો અને કાગડાઓને અતિ પસંદ છે.
 
લીમડાના પાંચ ભાગ મૂળ, છાલ, પાંદડાં, ફૂલ અને ફળ વગેરે છે. જે દરેક રીતે આરોગ્ય માટે ઉપયોગી છે. તેનો સીધો ઉપયોગ ઔષધી તરીકે થઇ શકે છે.લીમડામાં પ્રોટીન, કાર્બોહાઇડેટ, ફાઇબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, સોડિયમ, કોપર, સલ્ફર, વિટામિન-એ, સી જેવાં સ્વાસ્થ્યવર્ધક તત્ત્વો હોય છે. તેનાં પાંદડાંઓના નિયમિત ઉપયોગથી ચામડી અને કૃષ્ઠ રોગ જેવી બીમારીઓમાં ઝડપથી ઉગારી શકાય છે.
 
નવજાત શિશુઓને લીમડાનાં કુમળાં પાંડદાંઓને વાટી તેનો રસ નિયમિત રીત પિવડાવવાથી તેને ઝેરીલા જીવજંતુઓની કોઇ અસર થતી નથી. શરીરની ગરમી, ગૂમડાંઓ વગેરેમાં રાહત મેળવવા રોજ સવારે ૨૦થી ૨૫ ગ્રામ લીમડાનાં પાન તોડી રાતભર પલાળી સવારે ૧૦થી ૧૨ કાળા મરીમાં વાટી તેમાં થોડી ખાંડ મિક્સ કરો. તેને રોજ સવારે નરણાં કોઠે દસ દિવસ સુધી લેવું. આ પ્રયોગ કરવાથી કોઇ દિવસ  અળાઇઓ થશે નહીં, પાચનતંત્ર સુધરશે અને કદી તાવની સમસ્યા થશે નહીં.
 

લીમડાનું દાતણ સર્વોત્તમ ગણાય છે. જો નિયમિત રીતે તેનુ દાતણ કરવામાં આવે તો પેઢાંના વિકારો દૂર થશે, અન્નનળી સાફ અને રોગમુક્ત થશે. લીમડાના તેલમાંથી બનાવેલો સાબુ ત્વચાના રોગો માટે ગુણકારી છે. રક્તવિકારની સમસ્યામાં તેનાં પાનને વાટી તેનો રસ લેવાથી રાહત મળે છે. સ્ત્રીઓની માસિક ધર્મની સમસ્યામાં રાહત મેળવવા લીમડાનાં સાત પાનને આદુંના રસ સાથે પીવાથી તથા કેટલાંક પાંદડાંઓને પાણીમાં ઉકાળી પેઢુ પર બાંધવાનો પ્રયોગ કરો.
 
લીમડાના તેલની માથા પર માલિશ કરવાથી સફેદ વાળ કાળા થઇ ભરાવદાર બને છે. સાંધાના દુખાવામાં લીમડાનું તેલ અકસીર ગણાય છે. નાના બાળકને લીમડાનાં પાનનો રસ પિવડાવવાથી તેની રોગપ્રતિકારક શક્તિ વધે છે. તેની વિટામિન એ ની ખામી દૂર થાય છે. લીમડાનાં પાનને ગરમ પાણીમાં થોડા સમય માટે રાખીને પછી તે પાણીથી સ્થાન કરવામાં આવે તો તાવમાં રાહત મળે છે.

Post/View Comment