Patidar Rally on 25th will be biggest challages for Police
રાજયભરમાં પાટીદારોના અનામત આંદોલનની આગ પ્રસરી છ. તા. ૨૫મીએ અમદાવાદ રિવરફ્રન્ટ પર પાટીદારોની મહાક્રાંતિ રેલીનું આયોજન કર્યું છે, જેમાં અંદાજિત ૪૦ લાખ પાટીદારો ઉમટી પડવાની શક્યતા સેવાઇ રહી છે જેને લઇને અમદાવાદ શહેર પોલીસ માટે આ રેલી રથયાત્રા સમાન પડકારરૃપ બની રહેશે. જો કે આ રેલીની મંજૂરીને લઇને ખૂદ અમદાવાદ શહેર પોલીસ દ્વિધામાં મૂકાઇ છે. બીજીતરફ પાટીદાર આગેવાનોએ જાહેરાત કરી છે કે પોલીસની મંજૂરી મળે કે ના મળે તો પણ ૨૫ની રેલી ચોક્કસપણે યોજાશે.
અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં આજે નીકળેલી વિશાળ રેલીઓમાં પાટીદારોના શકિત પ્રદર્શનન જોઇને પોલીસને અંદાજ આવી ગયો છે કે તા. ૨૫મીના રોજ રિવરફ્રન્ટ પર યોજાનારી મહારેલીમાં લાખોની સંખ્યામાં પાટીદારો ઉમટી પડશે. જેન લઇને અમદાવાદ શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ રેલીની પરમશીનને લઇને મુંઝવણમાં મૂકાઈ ગયા છે. પોલીસે રેલી માટે કેવા પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવી કેટલો પોલીસ ફોર્સની જરૃર પડશે તે સહિતના પાસાની ચર્ચા કરવા માટે ગૃહ વિભાગ સાથે પોલીસ અધિકારીઓ ચર્ચાનો દોર શરૃ થયો છે. મળતી મહિતી મુજબ તા. ૨૫મીની પાટીદારોની મહારેલીને નિયત્રણમાં રાખવા માટે પોલીસ દ્વારા અમદાવાદમાં પ્રવેશના મુખ્ય રસ્તાઓ અને વડોદરા, રાજકોટ તેમજ મહેસાણા સહિતના હાઇવે પર વાહનોને રોકવાના પ્રયાસો કરવામાં આવશે. જો કે પોલીસ ભલે હાઇવે પર લોકોને રોકીને તેમના વાહનો ડિટેઇન કરે તો પણ માત્ર અમદાવાદમાં જ આઠ લાખ પાટીદારો રહે છે જો આ લોકો આટલી વિશાળ સંખ્યામાં રિવરફ્રન્ટ પર ઉમટી પડે તો તેમને કઇ સભાસ્થળે આવતા રોકવા તે પણ મોટો પ્રશ્ન છે.
પાટીદારોએ મંજૂરીના પરવા ના કરતા
પોલીસે છેલ્લી ઘડીએ પાટીદાર રેલીને પરમિશન આપવી પડી
અમદાવાદના ૪૮ વિસ્તારોમાં નીકળેલી વિશાળ પાટીદાર રેલીઓમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
અમદાવાદ, રવિવાર
પાટીદાર સમાજ દ્વારા અનામત આંદોલનને વેગવંતુ બનાવવા અને તા.૨૫મીની મહારેલીને સફળ બનાવવા માટે આજે રવિવારે અમદાવાદના ૪૮ વિસ્તારોમાંથી રેલીનું અયોજન કરાયું હતું. જેમાં પાટીદારોની રેલીને છેલ્લી ઘડીએ પોલીસ દ્વારા પરમીશન આપવાની ફરજ પડી હતી.
ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન દિવસેને દિવસે પ્રચંડ બની રહ્યું છે આજે અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં પાટીદારો દ્વારા રેલીનું આયોજન કર્યું હતુ, જેના માટે બે દિવસ પહેલા પોલીસ પાસે પરમીશનની માંગણી કરાઇ હતી, પરંતુ શહેર પોલીસે પરમીશન આપી ન હતી. જો કે પાટીદાર સમાજ દ્વારા પોલીસ પરમીશનની પરવાહ કર્યા વગર રેલી કાઢવાની ચિમકી આપતાં પોલીસે ગઇકાલે જાહેર રજા હોવા છતાં મોડી સાંજે પરમીશન આપી હતી. જેને લઇને આજે અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી નીકળેલી પાટીદારોની રેલીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો.
હવે ક્ષત્રિય-રાજપૂતો મેદાને પડયાં ઃ ભાવનગર-માણસામાં આજે રેલી
પાટીદારો બાદ હવે ક્ષત્રિય-રાજપૂતો અનામત મેળવવા મેદાને પડયાં છે. આજે અમદાવાદમાં ક્ષત્રિય-રાજપૂત સમાજની એક બેઠક મળી હતી જેમાં ગુજરાતભરમાંથી ૩૫ ક્ષત્રિય સંસ્થાઓના પ્રતિનિધીઓ એકઠાં થયાં હતાં. બેઠકમાં અનામતની માંગણી માટે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો ઘડી કાઢવા રણનિતી ઘડવામાં આવી હતી. આ ઉપરાંત આંદોલન માટે એક સંકલન સમિતી બનાવવા પણ નિર્ણય લેવાયો હતો. આવતીકાલે ભાવનગર અને માણસામાં ક્ષત્રિય - રાજપૂતોની રેલીઓ નીકળશે.
૨૫મી પછી અનામત નહીં સ્વીકારાય તો ભૂખ હડતાલ
વસ્ત્રાલમાં આજે પાટીદારોની વિશાળ મહાસભા યોજાઇ હતી જેમાં અનામત મેળવીને જંપીશુ જેવો દ્રઢ નિર્ધાર વ્યક્ત કરાયો હતો. આ ઉપરાંત એવી પણ ચિમકી ઉચ્ચારાઇ હતી કે, જો ૨૫મી પછી સરકાર અનામત નહી સ્વિકારે તો વસ્ત્રાલવાસી પાટીદારો ભૂખ હડતાળ પર ઉતરશે. નિકોલમાં આજે પાટીદારોની બાઇક રેલી યોજાઇ હતી સાથે સાથે બે પાટીદારોએ અનામતની માંગણી સાથે ૭૨ કલાકના ઉપવાસ શરૃ કર્યાં છે.પાટીદારોએ એવી પણ ચિમકી ઉચ્ચારી છે કે, જો સરકાર પાટીદારોને અનામત નહીં આપે ત્યાં સુધી ઉપવાસના કાર્યક્રમો જારી રહેશે. હવે ઉપવાસમાં વધુ પાટીદારો જોડાશે.
હાર્દિક પટેલના હોમટાઉનમાં વિશાળ રેલી યોજાઇ
પાટીદાર અનામત આંદોલનની આગ છેક હવે ગામડાઓ સુધી પ્રસરી છે ત્યારે આજે પાટીદાર આંદોલન સમિતીના સંયોજક હાર્દિક પટેલના હોમટાઉન વિરમગામમાં પણ પાટીદારોની વિશાળ રેલી યોજાઇ હતી.
જેમાં હાર્દિક પટેલે સંબોધન કરીન અનામત લઇને જંપીશું તેવો દ્ઢ નિર્ધાર વ્યક્ત કર્યો હતો. રેલીમાં હજારો પાટીદારો ઉમટયા હતાં.
Help. Did you like this website or this article. We are non profit website, Please help keep 14Gaam online
info
Recent Comments