Patel and Mogal
ગુજરાતના આ વિસ્તારનો પટેલ સમુદાય છે નાથ રણમલનો વંશજ ગુજરાતના આ વિસ્તારનો પટેલ સમુદાય છે નાથ રણમલનો વંશજ પાટડીના વયોવૃદ્ધ ઇન્દુચાચા પાસે મળી આવેલો અતિદુર્લભ પ્રાચીન ઇતિહાસ ગુજરાતના આ વિસ્તારનો પટેલ સમુદાય છે નાથ રણમલનો વંશજ ગુજરાત,સૌરાષ્ટ્ર અને કચ્છની સરહદોના ત્રિભેટે એક અડીખમ રક્ષણહાર તરીકે મજબૂત કિલ્લેબંધીવાળા પાટડી નગરનું ઐતિહાસિક મહત્ત્વ છે ત્યારે પાટડીના વયોવૃદ્ધ ઇન્દુચાચા પાસે અતિ દુર્લભ ગણાય એવો જર્જરિત ઐતિહાસિક ચોપડો મળી આવ્યો છે. આ ચોપડામાં શાહી કલમથી લખાયેલી વિગતમાં સવંત ૧૩૩૧માં ચાંપાનેરથી વિરમગામ થઇને પાટડી આવેલા નાથા રણમલનો આખો પાટડી પટેલ સમાજ વશંજ છે. પાટનગરનું ટૂંકુ રૂપ પાટ’ ઝાલા રાજવીઓનું એ પાટનગર બન્યું ત્યારથી કદાચ એનું નામ પાટડી પડ્યું હોય શકે.જ્યારે રબારી ચોપડા મુજબ પાટડી બકરીના નામ ઉપરથી પાદડીનું રૂપાંતર થઇ પાટડી નામ પડ્યું હોય તેવું જાણી શકાય છે.જ્યારે ઇમારતનો મોટો ભાર પાટડી (પાટડો જે લાકડાંનો હોય છે) ઝીલે છે એથી ઇમારતની રચનામાં એનું વિશિષ્ટ સ્થાન છે.એવી જ રીતે રાજયની રાજધાની તરીકે આ ગામનું વિશિષ્ટ સ્થાન હોવાથી એનું નામ પાટડી પડ્યું હશે. હાલમાં પાટડીમાં મુખ્યત્વે દેસાઇ અને પટેલ સમાજનો દબદબો છે ત્યારે આ પટેલ સમાજની ઉત્પત્તિ કયાંથી થઇ એ જાણવાની તાલાવેલી પાટડીના દરેક નાગરિકને હોઇ શકે. ત્યારે પાટડીના ઇન્દુચાચાના હુલામણા નામે જાણીતા ઇન્દુવદનભાઈ પટેલ પાસે પાટડીના ઐતિહાસિક ધરોહર સમો ૭૩૭ વર્ષ જૂનો ઇતિહાસ ધરોબાયેલો જર્જરિત ચોપડો મળી આવ્યો છે. આ ઐતિહાસિક ચોપડામાં મળી આવેલી અત્યંત દુર્લભ માહિતી અનુસાર સમગ્ર પાટડીનો પટેલ અને દેસાઇ સમાજ એકમાત્ર નાથા રણમલનો વશંજ છે.જે આજથી બરાબર ૭૩૭ વર્ષ પહેલા સવંત ૧૩૩૧માં ચાંપાનેરથી વિરમગામ થઇને પાટડી આવ્યો હતો.નાથા રણમલના દીકરા વેણા નાથા દેસાઇગીરીનું કામ કરતા આથી તેઓ દેસાઇ કહેવાયા. જ્યારે અન્ય ભાઇઓ પટેલાઈનું કામ કરતા આથી એના વશંજો પટેલો કહેવાયા. આ અંગે પાટડીના ઇન્દુચાચાએ જણાવ્યું કે, આ ચોપડામાં લખાયેલી દુર્લભ વિગત અનુસાર સમગ્ર પાટડીનો પટેલ અને દેસાઇ સમાજ નાથા રણમલનો વશંજ છે. આ જર્જરિત ચોપડામાં લખાયેલી દુર્લભ વિગતો અને વંશવેલા મુજબ હાલમાં એની ૧૬મી પેઢી હયાત છે.નાથા રણમલને વેણા નાથા, શાણા નાથા, ભાણા નાથા, પરખા નાથા, રાણા નાથા અને હરખા નાથા એમ કુલ છ પુત્રો હતાં. જેમાં રાણા નાથા અને હરખા નાથાનો આગળ વંશ ન હતો. જ્યારે પાટડીના ઇતિહાસ પર પીએચ.ડી કરનાર પ્રોફેસર ડો. હર્ષદ બ્રહ્મભટ્ટે જણાવ્યું કે, પાટડીના પ્રાચીન ઇતિહાસના લેખાજોખા શબ્દોમાં વર્ણવી શકાય એમ નથી.જ્યારે પાટડી સ્ટેટ કરણસિંહજી દેસાઇએ જણાવ્યું કે,પાટડીએ પાટીદાર સમાજનું એકમાત્ર રાજય હતું. જ્યાં થઇ ગયેલા રાજાઓની યાદમાં બનાવેલા બાપાના દેરા અને રાણીઓની યાદમાં બનાવેલા તુલસીના ક્યારા હવા સાથે વાતો કરતા આજેય અડીખમ ઉભા રહી પ્રાચીન ઇતિહાસની ઝાંખી કરાવે છે. પાટડીના પ્રાચીન ઇતિહાસના લેખાંજોખાં ઇ.સ. ૧૦૯૦માં હરપાળદેવ મકવાણાએ પ્રથમ ગાગરબેડું પાટડી ગામના ગોંદરે મુક્યુ અને તોરણ બાંધી રાજધાની બનાવી હતી. ઇ.સ.૧૩૦૦માં પાટણનો વિનાશ થયા પછી પાટડી એક સ્વતંત્ર ઝાલા રાજયના પાટનગર તરીકે રહ્યું. ઇ.સ. ૧પ૩૭ થી ૧પ૭૨ સુધી પાટડી પર સાર્વભોમ સત્તા ગુજરાતનાં સુલતાનોની રહી. ઇ.સ. ૧પ૭૨માં મોગલ બાદશાહ અકબરે ગુજરાત જીત્યું ત્યાંથી ઇ.સ. ૧૭૪પ સુધી પાટડી પર સર્વભોમ સત્તા મોગલોની રહી છે.
Help. Did you like this website or this article. We are non profit website, Please help keep 14Gaam online
info
Recent Comments