Swaminarayan Saints in USA
સ્વામિનારાયણના સંતોની પધરામણીથી હરિભક્તને રૃપિયા ૨૫ લાખનું નુકસાન
અમેરિકાના ફ્રેંકલીનનો વિચિત્ર કિસ્સો અમદાવાદ, ગુરૃવારસ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની પોતાના ઘરે પધરામણી કરીને હરિભકતો ધન્યતા અનુભવતા હોય છે પણ અમેરિકાના કેન્ટકી રાજયના ફ્રેંકલીન શહેરના એક હરિભક્તે તેમના મોટેલમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની પધરામણી કરતાં ૫૫ હજાર ડૉલર એટલે કે ૨૫ લાખ રૃપિયા જેટલું નુકશાન થતાં નિરાશ થયા છે. ચાર વર્ષ સુધી કેસ ચાલતા હરિભક્તે નાણાં ચૂકવીને અંતે સમાધાન કર્યું સંતોના આગમનથી મોટલની અમેરિકન લેડી કલાર્કને થોડીવાર બહાર જવાનું કહેતા કેસ કર્યો હતો પ્રાપ્ત માહિતી મુજબ મૂળ નવસારીના ગણદેવી તાલુકાના ખાપરીયા ગામના વતની અને હાલ અમેરિકાના ફ્રેંકલીનમાં રહેતા દીપકભાઈ પટેલના ઘરે આજથી ચાર વર્ષ પહેલા ગુજરાતથી અમેરિકા ગયેલા સ્વામિનારાયણ સંસ્થાના સંતોનો ફોન આવ્યો હતો અને તેમના ઘરે રહેવાની ઇચ્છા વ્યકત કરી હતી. સંતોની ઇચ્છાને માન આપીને દીપકભાઈએ સંતોને તેમની મોટેલમાં રોકાવાનું નક્કી કર્યું. સંતોની કાર પાર્કિંગ પ્લોટમાં આવી ત્યારે સંતો સાથે આવેલા ભાઈએ દીપકભાઈને કહ્યું કે સંતો સ્ત્રીઓનું મોઢું જોતાં ન હોવાથી સ્ત્રીને થોડીવાર બહાર બેસાડજો. સુચના મુજબ દીપકભાઈએ મોટેલમાં કલાર્ક તરીકે કામ કરતી અમેરિકન સ્ત્રીને થોડો સમય બહાર જવા વિનંતી કરતાં તે ગુસ્સે થઈ ગઈ અને મોટેલ છોડીને જતી રહી. ત્યારબાદ અમેરિકન સ્ત્રીએ હ્યુમન રાઇટ કમિશનમાં દીપકભાઈએ મારું અપમાન કર્યું તે બાબતે કેસ કર્યો. આ કેસ ચાર વર્ષ ચાલતાં દીપકભાઈને ૫૫ હજાર ડૉલર (૨૫ લાખ રૃપિયા) જેટલો ખર્ચ થયો. આ અંગે દીપકભાઈને સ્વામિનારાયણ સંસ્થા તરફથી કોઈ કાનુની મદદ કે આર્થિક સહાય ન મળતાં તેમને આખરે આ કેેેસમાં સમાધાન કરવું પડયું. દીપકભાઈ પટેલ અમેરિકાથી નવસારી આવ્યા ત્યારે તેમણે સ્વામિનારાયણના મુખ્ય સંત અને આચાર્યને આપવીતી જણાવી ત્યારે 'તમારી સમસ્યા હલ કરીશું' એવો જવાબ આપ્યો પણ કશું જ કર્યું નહીં. દીપકભાઈ ભારે નિરાશા સાથે કહે છે કે સ્વામિનારાયણ સંતો સ્ત્રીઓનું મોં જોતાં નથી તેમાં હું ફસાઈ ગયો છું. હું સ્વામિનારાયણ સંપ્રદાયનો નથી છતાં ભારતીય સંસ્કૃતિ પ્રમાણે મેં સંતોને આવકાર્યા તેનું કડવું ફળ ભોગવીરહ્યો છું. તેઓ આક્રોશ સાથે જણાવે છે કે……………………………………. હું પાટીદાર સમાજ અને અન્ય લોકોને ભારપૂર્વક વિનંતી કરું છું કે સ્વામિનારાયણ સંસ્થાના સંતોને પધરામણી કરવા બોલાવો ત્યારે હજારવાર વિચાર કરજો, જેથી મારા જેવી હાલત ન થાય. |
|
રાષ્ટ્રીય સમાચાર | |
આના લેખક છે GSNEWS | |
ગુરુવાર, 11 ફેબ્રુઆરી 2010 |
Help. Did you like this website or this article. We are non profit website, Please help keep 14Gaam online
info
Recent Comments