દિવાળીના દીવડાની જેમ ઝગમગતા બધાજ લખનાર અને વાચનાર, પ્રોત્સાહના આપનાર અને લખવાનો ઉત્સાહ દેખાડનાર બધા જ અમારા મિત્રોને દિવાળીના શુભ અવસરે નવીન- હર પળ મુબારક દિવાળીની ખૂબ ખૂબ શુભ કામનાઓ અને નવા વરસના સૌને નુતનવર્ષાભિનદન .
મિત્રો દિવાળી અને નવા વર્ષે હસતા હસાવતા આનંદ કરતા,ગીતો ગાતા ચાલો આપણી ભાષાને જીવંત રાખીએ જેથી
સુખનું તોરણ ઝૂલતું રહે,
ભાગ્યનું પાનું ખુલતું રહે,
ધનનું ભંડાર ભરેલું રહે,
દુખ તમારા દ્વાર ને ભૂલતું રહે,
સ્વાસ્થ્ય તમારું ખુબજ સારું રહે, એજ અમારી આપના માટે દિલ થી શુભેચ્છા.
નવું આવનારું વરસ આપના માટે લાભદાયી રહે એવી શુભેચ્છા…… આપને મંગલમય નવા વરસ ની શુભકામના.
નૂતન વર્ષના આ નવલા પ્રભાતે ઉત્સાહ અને ઉમંગની લહેરો સર્વમાં વ્યાપી રહો.